GSSSB MPHW Recruitment 2026: Multi Purpose Health Worker (Male)

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) વર્ગ-3 (Multi Purpose Health Worker – Male, જાહેરાત ક્રમાંક: 441/202627) ની સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ ભરતી દ્વારા કુલ 100 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને પાત્રતા ધરાવતા ઉમેદવારો 01/08/2026 થી 15/08/2026 સુધી OJAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

📌 GSSSB MPHW Recruitment 2026 Overview

વિગતમાહિતી
ભરતી બોર્ડ (Board)ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ (Post Name)Multi Purpose Health Worker (MPHW) Male
વર્ગ (Class)Class-3 (વર્ગ-3)
જાહેરાત ક્રમાંક (Advt No)441/2026-27
કેટેગરી (Category)Gujarat Govt Jobs (OJAS Bharti)
કુલ જગ્યાઓ (Total Vacancies)100
પસંદગી પ્રક્રિયા (Selection Process)સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (CBRT / OMR)
કુલ ગુણ (Total Marks)200 ગુણ વેઇટેજ (Part A + Part B)
અરજી મોડ (Apply Mode)Online via OJAS Portal

📅 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

વિગત (Event)તારીખ અને સમય (Date & Time)
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ01/08/2026 (બપોરે 14:00 વાગ્યાથી)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ15/08/2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી)
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ18/08/2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી)
સંભવિત પરીક્ષા તારીખ (Tentative Exam Date)મંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે

📊 Category-Wise Vacancy Breakdown (જગ્યાઓની વિગત)

કેટેગરી (Category)કુલ જગ્યાઓ (Vacancies)
General58
EWS10
SEBC22
SC04
ST06
કુલ જગ્યાઓ (Total Posts)100

⚠️ ખાસ નોંધ (Eligibility Alert): ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, આ ભરતી માત્ર પુરુષ ઉમેદવારો (Male Candidates Only) માટે છે. મહિલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.

🎓 GSSSB MPHW Bharti 2026 Eligibility Criteria (શૈક્ષણિક લાયકાત & વયમર્યાદા)

૧. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી નીચે મુજબની કોઈપણ એક લાયકાત ધરાવતા હોવા જોઈએ:

  • ઓછામાં ઓછા એક વર્ષનો Multi-Purpose Health Worker (MPHW) બેઝિક કોર્સ અથવા ડિપ્લોમા / સર્ટિફિકેટ અથવા
  • ઓછામાં ઓછા એક વર્ષનો Sanitary Inspector Diploma Course અથવા
  • ITI દ્વારા માન્ય ઓછામાં ઓછા એક વર્ષનો Health Sanitary Inspector Course.

અન્ય જરૂરી લાયકાત:

  • Computer Knowledge: કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. જો હાલમાં સર્ટિફિકેટ ન હોય તો પણ અરજી કરી શકાય છે, પરંતુ નિમણૂક પહેલાં પાસ કરવાનું રહેશે.
  • ભાષા: ગુજરાતી અને હિન્દી બંને અથવા તે પૈકી કોઈ એક ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

૨. વય મર્યાદા (Age Limit)

  • લઘુત્તમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 33 વર્ષ (સરકારી નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે).

💰 Salary Structure & Pay Scale (પગાર ધોરણ)

  • પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર: સરકારશ્રીના નિયમાનુસાર વર્ગ-3 મુજબ માસિક ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
  • 5 વર્ષ પૂર્ણ થયા બાદ: સંતોષકારક સેવાઓ બાદ 7th Pay Commission મુજબ Level-2 (₹19,900 થી ₹63,200) નું નિયમિત પે-સ્કેલ મળવાપાત્ર રહેશે.

📝 Exam Pattern (પરીક્ષા પદ્ધતિ)

પરીક્ષા CBRT (Computer Based Test) અથવા OMR પદ્ધતિથી લેવામાં આવશે. કુલ ૨૧૦ પ્રશ્નો (૨૦૦ ગુણ વેઇટેજ) રહેશે:

વિભાગવિષય (Subject Areas)પ્રશ્નો / ગુણ
Part – AReasoning, Quant, બંધારણ, Current Affairs & Comprehension90 પ્રશ્નો (90 ગુણ)
Part – BTechnical Qualification & Health Applications (MPHW Subject)120 પ્રશ્નો (120 ગુણ)
  • Negative Marking: દરેક ખોટા જવાબ દીઠ 1/4 (0.25) ગુણ કપાત થશે.
  • Qualifying Standard: પાસ થવા માટે ઉમેદવારે નિયમ મુજબ લઘુત્તમ ગુણ મેળવવા ફરજિયાત છે.

💳 Application Fees (પરીક્ષા ફી)

કેટેગરીફી ની રકમ
General (બિનઅનામત ઉમેદવારો)₹500
Reserved (SC, ST, SEBC, EWS, PwD, Ex-Servicemen)₹400

નોંધ: જે ઉમેદવારો પરીક્ષામાં વાસ્તવિક રીતે ઉપસ્થિત રહેશે તેમને જ નિયમ મુજબ ફી રિફંડ (Refund) મળવાપાત્ર રહેશે.

📲 How to Apply Online on OJAS (અરજી કરવાની રીત)

  1. સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ઓપન કરો.
  2. Online Application -> Apply સેક્શનમાં જાઓ અને ડિપાર્ટમેન્ટ લિસ્ટમાંથી GSSSB પસંદ કરો.
  3. Advt No. 441/202627 (MPHW) ની સામે આપેલ Apply Now પર ક્લિક કરો.
  4. તમારી અંગત તથા શૈક્ષણિક વિગતો ભરો અને એપ્લિકેશન સેવ કરો.
  5. નિયત સાઇઝ મુજબ ફોટો અને સહી અપલોડ કરો.
  6. અરજી કન્ફર્મ કરી Confirmation Number નોંધી લો અને ઓનલાઇન ફી ભરો.
વિગત (Description)ડાયરેક્ટ લિંક (Direct Link)
📄 Official NotificationDownload Now
📝 OJAS Online ApplicationApply Online
🌐 Official GSSSB WebsiteClick Here
📄 Syllabus PDFClick Here
💬 WhatsApp Job Alert GroupGet Daily Alerts
📢 Official Telegram ChannelGet Daily Alerts
▶️Join Youtube ChannelVisit

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions – FAQ)

  1. GSSSB MPHW ભરતી કયા ઉમેદવારો માટે છે?

    સત્તાવાર જાહેરાત મુજબ આ ભરતી માત્ર પુરૂષ ઉમેદવારો (Male Candidates Only) માટે છે.

  2. MPHW પરીક્ષા કુલ કેટલા ગુણની રહેશે?

    પરીક્ષા કુલ ૨૧૦ પ્રશ્નો (૨૦૦ ગુણ વેઇટેજ) સાથે Part-A (૯૦ ગુણ) અને Part-B (૧૨૦ ગુણ) એમ બે ભાગમાં લેવામાં આવશે.

  3. શું આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે?

    હા, દરેક ખોટા જવાબ માટે 1/4 (0.25) માર્ક્સ માઇનસ કરવામાં આવશે.

  4. મારી પાસે હાલ કમ્પ્યુટર સર્ટિફિકેટ નથી, તો શું હું અરજી કરી શકું?

    હા, તમે હાલ અરજી કરી શકો છો, પરંતુ આખરી નિમણૂક પહેલાં કમ્પ્યુટર પરીક્ષા પાસ કરી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top