GSSSB MPHS Recruitment 2026: Multi Purpose Health Supervisor

GSSSB MPHS Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર (Multi-Purpose Health Supervisor – MPHS) વર્ગ-3 (જાહેરાત ક્રમાંક: 452/202627) ની સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

આ ભરતી દ્વારા કુલ 119 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને પાત્રતા ધરાવતા ઉમેદવારો 01/08/2026 થી 15/08/2026 સુધી OJAS પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

📌 GSSSB MPHS Recruitment 2026 Overview

ભરતી બોર્ડ (Board)ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ (Post Name)Multi Purpose Health Supervisor (MPHS)
વર્ગ (Class)Class-3
જાહેરાત ક્રમાંક (Advt No)452/2026-27
કેટેગરી (Category)Gujarat Govt Jobs (OJAS Bharti)
કુલ જગ્યાઓ (Total Vacancies)119
પસંદગી પ્રક્રિયા (Selection Process)સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (CBRT / OMR)
કુલ ગુણ (Total Marks)૨૦૦ ગુણ વેઇટેજ (Part A + Part B)
અરજી મોડ (Apply Mode)Online via OJAS Portal

📅 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

વિગત (Event)તારીખ અને સમય (Date & Time)
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ01/08/2026 (બપોરે 14:00 વાગ્યાથી)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ15/08/2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી)
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ18/08/2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી)
સંભવિત પરીક્ષા તારીખ (Tentative Exam Date)નવેમ્બર 2026

📊 Category-Wise Vacancy Breakdown (જગ્યાઓની વિગત)

કેટેગરી (Category)કુલ જગ્યાઓ (Vacancies)
General51
EWS11
SEBC32
SC08
ST17
કુલ જગ્યાઓ (Total Posts)119

⚠️ ખાસ નોંધ (Eligibility Alert): ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, આ ભરતી માત્ર પુરુષ ઉમેદવારો (Male Candidates Only) માટે છે. મહિલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.

🎓 GSSSB MPHS Bharati 2026 Eligibility Criteria (શૈક્ષણિક લાયકાત & વયમર્યાદા)

૧. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી નીચે મુજબની કોઈપણ એક લાયકાત ધરાવતા હોવા જોઈએ:

ઓછામાં ઓછા એક વર્ષનો Multi-Purpose Health Worker (MPHW) બેઝિક કોર્સ અથવા ડિપ્લોમા / સર્ટિફિકેટ અથવા 
ઓછામાં ઓછા એક વર્ષનો Sanitary Inspector Diploma Course અથવા
ITI દ્વારા માન્ય ઓછામાં ઓછા એક વર્ષનો Health Sanitary Inspector Course.

અન્ય જરૂરી લાયકાત:

  • Computer Knowledge: કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. જો હાલમાં સર્ટિફિકેટ ન હોય તો પણ અરજી કરી શકાય છે, પરંતુ નિમણૂક પહેલાં પાસ કરવાનું રહેશે.
  • ભાષા: ગુજરાતી અને હિન્દી બંને અથવા તે પૈકી કોઈ એક ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

૨. વય મર્યાદા (Age Limit – તારીખ 15/08/2026 ના રોજ)

  • લઘુત્તમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 33 વર્ષ
કેટેગરી (Category)છૂટછાટ (Relaxation)મહત્તમ વય મર્યાદા (Max Cap)
અનામત વર્ગ (SC / ST / SEBC / EWS)5 વર્ષ38 વર્ષ
General Category PwD (દિવ્યાંગ – પુરુષ)10 વર્ષ43 વર્ષ
Reserved Category PwD (દિવ્યાંગ – પુરુષ)15 વર્ષ (5 + 10)45 વર્ષ
માજી સૈનિક (Ex-Servicemen)કરેલ સેવા + 3 વર્ષ45 વર્ષ

💰 Salary Structure & Pay Scale (પગાર ધોરણ)

  • પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર: ઉમેદવારને પ્રથમ ૫ વર્ષ માટે માસિક ₹26,000 ફિક્સ પગાર મળશે.
  • 5 વર્ષ પૂર્ણ થયા બાદ: સંતોષકારક સેવાઓ બાદ 7th Pay Commission મુજબ Level-4 (₹25,500 થી ₹81,100) નું નિયમિત પે-સ્કેલ મળવાપાત્ર રહેશે.

📝 Exam Pattern (પરીક્ષા પદ્ધતિ)

પરીક્ષા CBRT (Computer Based Test) અથવા OMR પદ્ધતિથી લેવામાં આવશે. કુલ 210 પ્રશ્નો (210 ગુણ વેઇટેજ) માટે 180 મિનિટ નો સમય મળશે:

વિભાગવિષય (Subject Areas)પ્રશ્નો / ગુણ
Part – AReasoning, Quant, બંધારણ, Current Affairs & Comprehension90 પ્રશ્નો (90 ગુણ)
Part – BTechnical Qualification & Health Applications120 પ્રશ્નો (120 ગુણ)
  • Negative Marking: દરેક ખોટા જવાબ દીઠ 1/4 (0.25) ગુણ કપાત થશે.
  • Qualifying Standard: પાસ થવા માટે ઉમેદવારે Part-A અને Part-B બંનેમાં સ્વતંત્ર રીતે ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવવા ફરજિયાત છે.

💳 Application Fees (પરીક્ષા ફી)

કેટેગરીફી ની રકમ
General (બિનઅનામત ઉમેદવારો)₹500
Reserved (SC, ST, SEBC, EWS, PwD, Ex-Servicemen)₹400

નોંધ: જે ઉમેદવારો પરીક્ષામાં વાસ્તવિક રીતે ઉપસ્થિત રહેશે તેમને જ ફી રિફંડ (Refund) મળવાપાત્ર રહેશે.

📲 How to Apply Online on OJAS (અરજી કરવાની રીત)

  1. સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ઓપન કરો.
  2. Online Application -> Apply સેક્શનમાં જાઓ અને ડિપાર્ટમેન્ટ લિસ્ટમાંથી GSSSB પસંદ કરો.
  3. Advt No. 452/202627 (MPHS) ની સામે આપેલ Apply Now પર ક્લિક કરો.
  4. તમારી અંગત તથા શૈક્ષણિક વિગતો ભરો અને એપ્લિકેશન સેવ કરો.
  5. Photo (5 x 3.6 cm) અને Signature (2.5 x 7.5 cm) જેની સાઇઝ 15 KB થી ઓછી હોય તેવા JPG ફોર્મેટમાં અપલોડ કરો.
  6. અરજી કન્ફર્મ કરી Confirmation Number નોંધી લો અને ૧૮/૦૮/૨૦૨૬ પહેલાં ઓનલાઇન ફી ભરી લો.
વિગત (Description)ડાયરેક્ટ લિંક (Direct Link)
📄 Official NotificationDownload Now
📝 OJAS Online ApplicationApply Online
🌐 Official GSSSB WebsiteClick Here
📄 Syllabus PDFClick Here
💬 WhatsApp Job Alert GroupGet Daily Alerts
📢 Official Telegram ChannelGet Daily Alerts
▶️Join Youtube ChannelVisit

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions – FAQ)

  1. GSSSB MPHS માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2026 (23:59 વાગ્યા સુધી) છે અને ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૧૮/૦૮/૨૦૨૬ છે.

  2. શું મહિલા ઉમેદવારો MPHS ભરતી માટે અરજી કરી શકે છે?

    ના, સત્તાવાર નોટિફિકેશન મુજબ આ ભરતી માત્ર પુરુષ ઉમેદવારો (Male Candidates Only) માટે જ છે.

  3. મારી પાસે કમ્પ્યુટર સર્ટિફિકેટ નથી, તો શું હું અરજી કરી શકું?

    હા, તમે હાલ અરજી કરી શકો છો, પરંતુ આખરી નિમણૂક પહેલાં તમારે કમ્પ્યુટર પરીક્ષા પાસ કરી તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

  4. શું આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે?

    હા, ખોટા જવાબ દીઠ 1/4 (0.25) માર્ક્સ માઇનસ કરવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top