India Post GDS Recruitment 2026: Gramin Dak Sevak Online Application Form

India Post GDS Recruitment 2026: ભારતીય ટપાલ વિભાગ (Department of Posts – India Post) દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-II ની સત્તાવાર જાહેરાત (Notification No: 17-12/2026-GDS) બહાર પાડવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ સમગ્ર દેશમાં Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevak ની કુલ 23,757 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ગુજરાત સર્કલ માટે 499 જગ્યાઓ નો સમાવેશ થાય છે.

આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવતો નથી. ઉમેદવારોની પસંદગી સીધી જ ધોરણ 10 ના મેરિટના આધારે કરવામાં આવે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મેરિટ ગણતરી અને પગાર ધોરણની સંપૂર્ણ વિગતો નીચે કોષ્ટક અને મુદ્દાસર આપવામાં આવી છે.

India Post GDS Recruitment 2026 – Overview

ParticularsDetails
Recruiting OrganizationDepartment of Posts, Ministry of Communication (India Post)
Post NameBranch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM), Dak Sevak
Notification Number17-12/2026-GDS (dated 20.08.2026)
ScheduleSchedule-II, July-2026
Total Vacancies (All India)23757 posts
Gujarat Circle Vacancies499 Posts
CategoryCentral Government / Postal Jobs 2026
Job LocationGujarat & Across India (Circle Wise)
Online Registration Dates31 August 2026 to 19 September 2026 (up to 17:00 Hrs)
Application ModeOnline
Selection ProcessMerit-based (Marks/Grades in 10th Standard) & Document Verification
Official Websiteindiapost.gov.in/gdsonlineengagement

India Post GDS 2026 Important Dates

EventDate / Schedule
Official Notification Release Date20 August 2026
Online Registration (OTR) Starting Date31 August 2026
Last Date for Online Registration19 September 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)
Online Application & Fee Payment Window02 September 2026 થી 21 September 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)
Application Edit / Correction Window23 September 2026 થી 24 September 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)
Merit List / Result Declaration Dateટૂંક સમયમાં જાહેર થશે (Declare Soon)
Engagement Process Closing Date31 December 2026

State-Wise Circle Openings & Gujarat Category Breakdown

દેશભરના પોસ્ટલ સર્કલમાં કેટેગરી મુજબ ખાલી જગ્યાઓની વિગત નીચે મુજબ છે:

Circle Name/ LanguageCategory WiseTotal
GENEWSOBCSCSTPWD
Gujara (Gujarati)23438118247411499
All India10406212243153058269965823258
Total10640216044333082277366923757

Eligibility Criteria: India Post GDS 2026

1. Educational Qualification (શૈક્ષણિક લાયકાત):

  • માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ગણિત (Mathematics) અને અંગ્રેજી (English) વિષય સાથે ધોરણ 10 (Secondary School Examination – 10th Standard) પાસ હોવું અનિવાર્ય છે.
  • Local Language Proficiency: ઉમેદવારે જે-તે રાજ્ય/સર્કલની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) ધોરણ 10 સુધી અભ્યાસ કરેલી હોવી ફરજિયાત છે.

2. Other Essential Qualifications (અન્ય જરૂરી લાયકાતો):

  • કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન (Basic Computer Knowledge).
  • સાયકલ ચલાવવાનું જ્ઞાન (સાયકલ અથવા મોટરસાઇકલ/ટૂ-વ્હીલર ચલાવતા આવડવું જોઈએ).
  • જીવનનિર્વાહ માટે આવકના અન્ય સાધનો હોવા (Adequate means of livelihood).

3. Age Limit (વય મર્યાદા – અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ):

  • લઘુત્તમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 40 વર્ષ
CategoryUpper Age Relaxation (સરકારી નિયમ મુજબ છૂટછાટ)
SC / ST5 વર્ષ
OBC (Non-Creamy Layer)3 વર્ષ
PwBD (દિવ્યાંગ ઉમેદવારો)10 થી 15 વર્ષ (કેટેગરી મુજબ)
EWSકોઈ છૂટછાટ મળવાપાત્ર નથી

India Post GDS Selection Process & Merit Calculation (પસંદગી પદ્ધતિ)

  • આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યુ નથી.
  • ઉમેદવારના ધોરણ 10 માં મેળવેલા ગુણ/ટકાવારીના આધારે કમ્પ્યુટર દ્વારા ઓટોમેટેડ મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.
  • ગ્રેડ પોઇન્ટ્સ કન્વર્ઝન: જે બોર્ડમાં માત્ર ગ્રેડ આપવામાં આવે છે, ત્યાં ગ્રેડ પોઇન્ટ્સને 9.5 વડે ગુણીને ટકાવારી ગણવામાં આવશે.
  • ટાઈ-બ્રેકિંગ નિયમ: સમાન માર્ક્સના સંજોગોમાં વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને અને ત્યારબાદ નિર્ધારિત કેટેગરી/જેન્ડર પ્રાથમિકતા આપવામાં આવે છે.
  • Document Verification: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ પરિણામ જાહેર થયાના 15 દિવસની અંદર તમામ અસલ દસ્તાવેજો અને ઝેરોક્ષ સેટ સાથે સંબંધિત ડિવિઝનલ હેડ સમક્ષ હાજર થવાનું રહેશે.

India Post GDS Salary Structure (TRCA Slabs)

ડાક સેવકોને દૈનિક કામના કલાકો મુજબ TRCA સ્લેબ અને નિયમાનુસાર મોંઘવારી ભથ્થું (DA) તથા વાર્ષિક 3% ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે:

Post CategoryMinimum Working HoursBasic TRCA Slab
Branch Postmaster (BPM)4 થી 5 કલાક / પ્રતિ દિવસ₹12,000/- થી ₹29,380/-
Assistant Branch Postmaster (ABPM)4 થી 5 કલાક / પ્રતિ દિવસ₹10,000/- થી ₹24,470/-
Dak Sevak4 થી 5 કલાક / પ્રતિ દિવસ₹10,000/- થી ₹24,470/-

India Post GDS Recruitment Application Fee

CategoryApplication FeePayment Mode
General / OBC / EWS (પુરુષ / Trans-male)₹100/-Online (Debit/Credit Card, Net Banking, UPI)
મહિલાઓ (તમામ કેટેગરી), SC, ST, PwBD, Transwomenફી માફ (Nil / Exempted)લાગુ પડતું નથી

How to Apply Online: Step-by-Step Form Fill Up Guide

  1. સત્તાવાર પોર્ટલ indiapost.gov.in/gdsonlineengagement ની મુલાકાત લો.
  2. “New Candidate Registration” પર ક્લિક કરી મોબાઈલ નંબર અને ઈમેલ OTP દ્વારા One-Time Registration (OTR) પૂર્ણ કરો.
  3. મળેલા Registration Number અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
  4. વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક વિગતો અને ધોરણ 10 બોર્ડની માહિતી ભરો.
  5. તમારું સર્કલ (Gujarat Circle), ડિવિઝન અને પદોની પસંદગી ક્રમ (Post Preferences) નક્કી કરો.
  6. નિર્ધારિત સાઈઝમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:
    • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો (30 KB થી 100 KB, JPG/JPEG ફોર્મેટ)
    • સહી (Signature: 20 KB થી 100 KB, JPG/JPEG ફોર્મેટ)
  7. નિયત અરજી ફી (જો લાગુ પડતી હોય તો) ઓનલાઇન ભરો અને ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  8. ભરેલા કન્ફર્મ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

Important Links (મહત્વપૂર્ણ લિંક્સ)

Resource / ActionDirect Resource Link
Apply Online (Registration & Login)Click Here to Apply Online
GDS Recruitment Circle Wise Vacancy PDFDownlow Circle Wise Vacancy PDF
Download Official Notification PDFDownload Notification No: 17-12/2026-GDS PDF
Official Online Engagement Websiteindiapost.gov.in/gdsonlineengagement
More Job Updates & AlertsPravin Edu

Frequently Asked Questions (FAQ)

  1. India Post GDS ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

    ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની અને ફી ચૂકવવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2026 (સાંજે 17:00 વાગ્યા સુધી) છે.

  2. શું આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે?

    ના, આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ હોતો નથી. પસંદગી સંપૂર્ણપણે ધોરણ 10 ના માર્ક્સના આધારે તૈયાર થતા મેરિટ લિસ્ટ દ્વારા થાય છે.

  3. ગુજરાત સર્કલ માટે ગ્રામીણ ડાક સેવકની કેટલી જગ્યાઓ છે?

    ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગુજરાત સર્કલ માટે કુલ 499 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

  4. ધોરણ 10 પછી કમ્પ્યુટર સર્ટિફિકેટ જોડવું ફરજિયાત છે?

    ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ. જો ધોરણ 10 માં કમ્પ્યુટર વિષય તરીકે રાખેલ હોય તો અલગ સર્ટિફિકેટની જરૂર રહેતી નથી.

  5. India Post GDS નું પરિણામ / મેરિટ લિસ્ટ ક્યારે આવશે?

    ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર પોર્ટલ પર ડિવિઝન મુજબ તબક્કાવાર મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

  6. મહિલા અને અનામત વર્ગના ઉમેદવારો માટે ફોર્મ ફી કેટલી છે?

    તમામ કેટેગરીની મહિલાઓ, SC, ST, PwBD અને ટ્રાન્સવિમેન ઉમેદવારો માટે ફોર્મ ભરવું સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફી માફ) છે.

  7. GDS પોસ્ટમાં માસિક પગાર કેટલો મળે છે?

    BPM પદ માટે બેઝિક પગાર ₹12,000 થી ₹29,380 અને ABPM/ડાક સેવક માટે ₹10,000 થી ₹24,470 તથા નિયમાનુસાર મોંઘવારી ભથ્થું (DA) મળે છે.

  8. જો ફોર્મ ભરવામાં ભૂલ થઈ જાય તો સુધારો કરી શકાશે?

    હા, ઉમેદવારો 23 સપ્ટેમ્બર થી 24 સપ્ટેમ્બર 2026 (સાંજે 17:00 વાગ્યા સુધી) દરમિયાન Correction Window દ્વારા ફોર્મમાં સુધારો કરી શકશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top