GSSSB CCE Group A Mains Syllabus and Descriptive Exam Pattern

GSSSB CCE Group-A Mains Syllabus 2026: Detailed Exam Pattern & Topic-Wise PDF

GSSSB CCE Group A Mains Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત “ગુજરાત ગૌણ સેવા” વર્ગ-3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE – Combined Competitive Examination) ની Group-A કેડર માટે Mains નો સત્તાવાર અભ્યાસક્રમ (Syllabus) અને પરીક્ષા પદ્ધતિ (Exam Pattern) અહીં વિગતવાર આપવામાં આવેલ છે.

CCE Group-A ની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) સ્વરૂપની હોય છે. સત્તાવાર ગેઝેટ અને જાહેરનામા અનુસાર પરીક્ષાનું માળખું, દરેક પેપરના ગુણભાર, સમયગાળો અને ટોપિક-વાઇઝ સિલેબસ નીચે મુજબ નિયત થયેલ છે, જેથી ઉમેદવારો લાંબા ગાળાના આયોજન સાથે પોતાની પૂર્વતૈયારી કરી શકે.

CCE Group A – Latest Update

ItemDetails
Notification StatusGroup-A Mains Examination Schedule & Syllabus Declared
Advertisement No.378/202526
Mains Exam Dates28/11/2026 and 29/11/2026
Official Announcement Date29/09/2026

GSSSB CCE Group A Mains : Quick Highlights

FeatureDetails
Recruitment OrganizationGujarat Subordinate Services Selection Board (GSSSB)
Cadre / GroupClass-III (Group-A)
Exam NatureDescriptive Written Examination (મુખ્ય લેખિત પરીક્ષા)
Total Papers3 Papers
Total Marks350 Marks (Paper-I: 100, Paper-II: 100, Paper-III: 150)
Duration per Paper3 Hours per Paper
Official Websiteshttps://gsssb.gujarat.gov.in

Group-A Mains Exam Schedule & Overview

CCE Group-A ની મુખ્ય લેખિત પરીક્ષામાં નીચે મુજબના કુલ 3 પેપર્સ લેવામાં આવે છે:

Paper No.SubjectDurationTotal MarksMedium
Paper-IGujarati Language Skill (Descriptive)3 Hours100 MarksGujarati
Paper-IIEnglish Language Skill (Descriptive)3 Hours100 MarksEnglish
Paper-IIIGeneral Studies (Descriptive)3 Hours150 MarksGujarati

Detailed Exam Pattern & Marking Scheme

  • પરીક્ષાનું સ્વરૂપ: Group-A ની મુખ્ય પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક (Descriptive) રહેશે.
  • કુલ ગુણ: Paper-I (100 Marks), Paper-II (100 Marks) અને Paper-III (150 Marks) મળીને કુલ 350 ગુણ રહેશે.
  • પેપર 3 (General Studies) પ્રશ્ન માળખું: આ પેપરમાં કુલ 56 પ્રશ્નો રહેશે. તેનું વિભાજન નીચે મુજબ છે:
Marks per QuestionApproximate Words per QuestionNumber of QuestionsTotal Marks
1 Mark10-20 Words10 Questions10 Marks
2 Marks20-30 Words10 Questions20 Marks
3 Marks30-50 Words30 Questions90 Marks
5 Marks100 Words06 Questions30 Marks
Total—56 Questions150 Marks

Topic-Wise Detailed GSSSB CCE Group A Mains Syllabus

Paper-I: Gujarati Language Skill (Descriptive)

  • માધ્યમ: ગુજરાતી | સમય: 3 કલાક | કુલ ગુણ: 100
ક્રમઘટક / ટોપિકગુણ
1નિબંધ: ત્રણ પૈકી કોઈ પણ એક (આશરે 250 શબ્દોમાં – વર્ણનાત્મક / વિશ્લેષણાત્મક / ચિંતનાત્મક / સાંપ્રત સમસ્યા પર આધારિત)15 Marks
2વિચાર વિસ્તાર: ત્રણ પૈકી કોઈ પણ બે કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર (આશરે 100 શબ્દોમાં પ્રત્યેક – 5 x 2)10 Marks
3સંક્ષેપીકરણ: આપેલા ગદ્યખંડમાંથી આશરે 1/3 ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષેપ10 Marks
4ગદ્ય સમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબો10 Marks
5પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા: (આશરે 100 શબ્દો)05 Marks
6પત્ર લેખન: અભિનંદન / શુભેચ્છા / વિનંતી / ફરિયાદ વગેરે (આશરે 100 શબ્દોમાં)05 Marks
7ચર્ચાપત્ર: વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો / સાંપ્રત સમસ્યાઓ / વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર (આશરે 150 શબ્દોમાં)10 Marks
8અહેવાલ લેખન: (આશરે 150 શબ્દોમાં)10 Marks
9ભાષાંતર: અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ (10 વાક્યો)10 Marks
10ગુજરાતી વ્યાકરણ: (આંતરિક વિકલ્પો વિના)
1. રૂઢિપ્રયોગોનો અર્થ અને વાક્યપ્રયોગ
2. કહેવતોનો અર્થ
3. સમાસનો વિગ્રહ અને ઓળખ
4. છંદ ઓળખવો
5. અલંકાર ઓળખવો
6. શબ્દસમૂહ માટે એક શબ્દ
7. જોડણી શુદ્ધિ
8. લેખન શુદ્ધિ / ભાષા શુદ્ધિ
9. સંધિ જોડો કે છોડો
10. વાક્ય રચનાના અંગો / વાક્યના પ્રકાર / વાક્ય પરિવર્તન
15 Marks

Paper-II: English Language Skill (Descriptive)

  • Medium: English | Time: 3 Hours | Total Marks: 100
Sr. No.Type of QuestionMarks Allotted
1Essay: (in about 250 words) Choose any one topic from a list of three (Descriptive / Analytical / Philosophical / based on Current Affairs)15 Marks
2Letter Writing: (in about 150 words) Formal letter expressing one’s opinion about daily office matters, office issues, officer inquiry response, recent concern10 Marks
3Report Writing: (in about 150 words) On official function, event, field trip, survey, etc.10 Marks
4Writing on Visual Information: (in about 150 words) Report on graph, image, flow chart, comparison table, simple statistical data10 Marks
5Formal Speech: (in about 100 words) Inauguration speech, educational seminar/conference, formal ceremony05 Marks
6Precis Writing: A precis in about 50 words for a 150-word passage05 Marks
7Reading Comprehension: Reading two passages of about 150 words followed by short-answer questions (10 x 2)20 Marks
8English Grammar: (10 questions of 2 marks each)
a. Tenses
b. Voice
c. Narration (Direct-Indirect)
d. Transformation of sentences
e. Articles and Determiners
f. Prepositions
g. Phrasal verbs
h. Idiomatic expressions
i. Administrative Glossary
j. Synonyms/Antonyms
k. One-word substitution
l. Cohesive devices / Connectives / Linkers
m. Affixes
n. Homonyms / Homophones
20 Marks
9Translation: Translation of a short passage (about 100 words) from Gujarati to English05 Marks

Paper-III: General Studies (Descriptive)

  • Medium: Gujarati | Time: 3 Hours | Total Marks: 150

(a) History of India (15 Marks)

  • સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કલા અને ધર્મ. સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, નંદ વંશ.
  • મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય.
  • વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો.
  • ગુજરાતના મહત્વના રાજવંશો: શાસન વ્યવસ્થા, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી.
  • પ્રાચીન શૈક્ષણિક સંસ્થાઓ: તક્ષશિલા, નાલંદા અને વલભી.
  • ભારતમાં યુરોપિયનોનું આગમન, 1757 થી 1856 દરમિયાન બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, જમીન મહેસૂલ પદ્ધતિઓ (કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી), શિક્ષણ વ્યવસ્થા.
  • 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક-સામાજિક સુધારણા આંદોલનો, રાષ્ટ્રવાદના ઉદયના પરિબળો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.
  • મહાત્મા ગાંધીનો ઉદય અને તેમના વિચારો, સિદ્ધાંતો તથા ભારતના સામાજિક, આર્થિક, રાજકીય જીવન પર પ્રભાવ.
  • સરદાર પટેલ: સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી દેશી રાજ્યોના એકીકરણમાં ભૂમિકા.
  • ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિન્દ ફોજ અને સુભાષચંદ્ર બોઝ.
  • આઝાદી પછીનું ભારત: રાજ્યોની પુનઃરચના, મહાગુજરાત આંદોલન અને મહત્વની ઘટનાઓ.

(b) Cultural Heritage (15 Marks)

  • ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતાઓ: પ્રાચીનથી આધુનિક સમય સુધીના કલાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
  • ભારતીય સિનેમા અને થિયેટર તથા તેની સમાજ પર અસર.
  • ગુજરાતની કલા અને કારીગરી (Arts and Crafts).
  • ગુજરાતી થિયેટર / રંગભૂમિ.
  • ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરા: મહત્વ, લાક્ષણિકતાઓ અને પ્રભાવ.
  • ગુજરાતની તટીય સંસ્કૃતિ (Coastal Culture) અને આદિવાસી સંસ્કૃતિ.

(c) Geography (15 Marks)

  • ભારત અને ગુજરાતની ભૌગોલિક વિશેષતાઓ અને સંસાધનો: મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનિજો અને જળ સંસાધનો.
  • આર્થિક ભૂગોળ: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રવૃત્તિઓ.
  • સામાજિક અને વસ્તી વિષયક ભૂગોળ.
  • વિકાસ અને પર્યાવરણીય સમસ્યાઓ, ટકાઉ વિકાસ (Sustainable Development), વૈશ્વિકીકરણ અને તેની આર્થિક-સામાજિક અસરો.
  • કુદરતી આપત્તિઓ, આપત્તિ વ્યવસ્થાપન, કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ.
  • ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણ માટે વૈશ્વિક સંમેલનો અને કરારો.

(d) Science and Technology (10 Marks)

  • માનવ જીવનમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનની ભૂમિકા; રોજિંદા જીવનમાં વિજ્ઞાન.
  • રાષ્ટ્રનિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું યોગદાન, પડકારો અને ભારતીયોની સિદ્ધિઓ.
  • Information and Communication Technology (ICT): મહત્વ, લાભ, ઈ-ગવર્નન્સ, સાયબર ક્રાઈમ અને સાયબર સિક્યોરિટી.
  • ભારતના સ્પેસ પ્રોગ્રામ્સ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય.
  • ભારતની ઊર્જા નીતિ અને પરમાણુ નીતિ; સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજીના ફાયદા અને પડકારો.

(e) Current Events (30 Marks)

  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી સાંપ્રત ઘટનાઓ.

(f) Indian State System and Constitution (20 Marks)

  • ભારતીય બંધારણ અને તેની મુખ્ય વિશેષતાઓ.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાર્યો અને ફરજો.
  • સંઘીય માળખા સંબંધિત પડકારો અને રાજ્યપાલની ભૂમિકા.

(g) Public Administration and Governance (20 Marks)

  • જાહેર વહીવટ: અર્થ, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, ભારતમાં વિકાસ અને બ્રિટિશ શાસનની વિરાસત.
  • લોકશાહીમાં નાગરિક સેવાઓ (Civil Services) ની ભૂમિકા.
  • સુશાસન (Good Governance) અને ઈ-ગવર્નન્સ: પારદર્શિતા, જવાબદેહી, સિટીઝન ચાર્ટર, માહિતી અધિકાર (RTI), જાહેર સેવા અધિનિયમ.
  • કેન્દ્ર-રાજ્ય સત્તાનું વિભાજન (સંઘ યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી).
  • સંસદ અને રાજ્ય વિધાનમંડળો: માળખું, કાર્યો, વિશેષાધિકારો.
  • ન્યાયતંત્ર: માળખું, ન્યાયિક પુનરાવલોકન (Judicial Review), જાહેર હિતની અરજીઓ (PIL).
  • માનવ અધિકારો, મહિલા અધિકારો, SC/ST અને બાળકોના અધિકારો સંબંધિત મુદ્દાઓ.
  • મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એજન્સીઓ.

(h) Discipline in Public Service / Ethics (10 Marks)

  • નીતિશાસ્ત્ર (Ethics): સારતત્વ, માનવ વર્તન પર પ્રભાવ, વ્યક્તિગત અને જાહેર સંબંધોમાં નીતિમત્તા.
  • મનોવલણ (Attitude): મૂળભૂત તત્વો, કાર્યો, સામાજિક પ્રભાવ અને અનુનય (Persuasion).
  • ભાવનાત્મક બુદ્ધિમત્તા (Emotional Intelligence): ખ્યાલ અને વહીવટમાં તેની ઉપયોગિતા.
  • માનવીય મૂલ્યો: કુટુંબ, સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા.
  • ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર: લોકપાલ અને લોકાયુક્ત.
  • કેસ સ્ટડીઝ (ઉપરના તમામ મુદ્દાઓ આધારિત વ્યવહારુ પરિસ્થિતિઓ).

(i) Indian Economy and Planning (15 Marks)

  • ભારતીય અર્થતંત્રમાં આયોજન, નીતિ આયોગના ઉદ્દેશ્યો અને કાર્યો, કૃષિ, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવા ક્ષેત્ર.
  • નાણાકીય નીતિ (Monetary Policy) અને રાજકોષીય નીતિ (Fiscal Policy).
  • ભારતીય જાહેર નાણાં: કર પ્રણાલી, જાહેર ખર્ચ, જાહેર દેવું અને કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો.
  • ગ્રામીણ વિકાસ, રોજગાર નીતિઓ અને સરકારી યોજનાઓ.
  • ગુજરાતનું અર્થતંત્ર: ગુજરાતનો આર્થિક વિકાસ, સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહકારી ચળવળ.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ઊર્જા, બંદરો, માર્ગો, એરપોર્ટ, રેલ્વે અને ટેલિકોમ્યુનિકેશન.

Important Links

ResourceDirect Link
Download Official Schedule & Syllabus PDFClick Here to Syllabus PDF
GSSSB Official Websitehttps://gsssb.gujarat.gov.in
Home PagePravin Edu

Frequently Asked Questions (FAQs)

GSSSB CCE Group-A ની મુખ્ય પરીક્ષામાં કુલ કેટલા પેપર્સ હોય છે?

મુખ્ય પરીક્ષામાં કુલ 3 પેપર્સ હોય છે: પેપર-1 (ગુજરાતી), પેપર-2 (અંગ્રેજી) અને પેપર-3 (જનરલ સ્ટડીઝ).

Group-A Mains લેખિત પરીક્ષા કુલ કેટલા ગુણની હોય છે?

સમગ્ર પરીક્ષા કુલ 350 ગુણની હોય છે (પેપર 1 અને 2 પ્રત્યેકના 100 ગુણ અને પેપર 3 ના 150 ગુણ).

પરીક્ષા પદ્ધતિ (Exam Pattern) કયા પ્રકારની છે?

CCE Group-A ની મુખ્ય પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક (Descriptive) લેખિત સ્વરૂપની હોય છે.

પેપર-3 (General Studies) માં કેટલા શબ્દોના પ્રશ્નો પૂછાય છે?

પેપર-3 માં 1 ગુણ (10-20 શબ્દો), 2 ગુણ (20-30 શબ્દો), 3 ગુણ (30-50 શબ્દો) અને 5 ગુણ (100 શબ્દો) ના પ્રશ્નો પૂછવામાં આવે છે.

Important Note for Candidates

આ મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) હોવાથી નિયમિત ઉત્તરેખન (Answer Writing Practice) કરવી અનિવાર્ય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top