Gujarat TET-2 Exam (Teacher Eligibility Test-2) 2022 Notification

જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા-ધોરણો નિયત કરવામાં આવ્યા છે.

શિક્ષક યોગ્યતા કસોટી-2 (TET-2) નો કાર્યક્રમ (Important Date for TET-2):

ક્રમવિગતતારીખ
1જાહેરનામું બહાર પાડવાની તારીખ17/10/2022
2ફોર્મ ભરવાનો સમયગાળો21/10/2022 થી 15/01/2023
3ફી સ્વીકારવાનો સમયગાળો21/10/2022 થી 15/01/2023
5પરીક્ષાની સંભવિત તારીખફેબ્રુઆરી/ માર્ચ – 2023

શૈક્ષણિક લાયકાત (TET-2 Educational Qualification) :

(અ) ગણિત/ વિજ્ઞાન:
શૈક્ષણિક લાયકાત: બી.એસ.સી. અને
તાલીમી લાયકાત: પી.ટી.સી./ D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: બી.એસ.સી. ઓછામાં ઓછા 45% સાથે અને 
તાલીમી લાયકાત: બી. એડ. (એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% અને 
તાલીમી લાયકાત: B.El.Ed.
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% અને 
તાલીમી લાયકાત: B.Sc.Ed.
અથવા
શૈક્ષણિક લાયકાત: બી.એસ.સી. ઓછામાં ઓછા 50% સાથે અને 
તાલીમી લાયકાત: એક વર્ષીય બી.એડ. (સ્પેશિયલ એજ્યુકેશન)

(બ) ભાષાઓ:
શૈક્ષણિક લાયકાત: બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી. (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)   અને
તાલીમી લાયકાત: પી.ટી.સી./ D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: બી.એ. ઓછામાં ઓછા 45% સાથે અને 
તાલીમી લાયકાત: બી. એડ. (એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-12 ઓછામાં ઓછા 50% અને 
તાલીમી લાયકાત: B.El.Ed.
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-12 ઓછામાં ઓછા 50% અને 
તાલીમી લાયકાત: B.A.Ed.
અથવા
શૈક્ષણિક લાયકાત: બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી. (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) ઓછામાં ઓછા 50% સાથે અને 
તાલીમી લાયકાત: એક વર્ષીય બી.એડ. (સ્પેશિયલ એજ્યુકેશન)

(ક) સામાજિક વિજ્ઞાન:
શૈક્ષણિક લાયકાત: બી.એ./ બી.આર.એસ./બી.એસ.એસસી. (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ. (અર્થશાસ્ત્ર વિષય સાથે)  અને
તાલીમી લાયકાત: પી.ટી.સી./ D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: બી.એ./ બી.આર.એસ./બી.એસ.એસસી. (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ. (અર્થશાસ્ત્ર વિષય સાથે) ઓછામાં ઓછા 45% સાથે અને 
તાલીમી લાયકાત: બી. એડ. (એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-12 ઓછામાં ઓછા 50% અને 
તાલીમી લાયકાત: B.El.Ed.
અથવા
શૈક્ષણિક લાયકાત: ધોરણ-12 ઓછામાં ઓછા 50% અને 
તાલીમી લાયકાત: B.A.Ed./B.Com.Ed./B.R.S.Ed/B.S.Sc.Ed
અથવા
શૈક્ષણિક લાયકાત: બી.એ./ બી.આર.એસ./બી.એસ.એસસી. (ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ. (અર્થશાસ્ત્ર વિષય સાથે) ઓછામાં ઓછા 50% સાથે અને 
તાલીમી લાયકાત: એક વર્ષીય બી.એડ. (સ્પેશિયલ એજ્યુકેશન)

  • SC, ST, SEBE, PH ઉમેદવારને 5% સુધીની છૂટછાટ આપવામાં આવે છે.

પરીક્ષા ફી (TET-2 Exam Fee):

SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદવાર માટે250 ₹ + સર્વિસ ચાર્જ
સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે350 ₹ + સર્વિસ ચાર્જ

પરીક્ષા કેન્દ્ર (TET-2 Exam Center):

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.

પ્રશ્નપત્રના મધ્યમ (TET-2 Question Paper Language):

  • ટેટ-2ની કસોટી ગુજરાતી, અંગ્રજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.
  • ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.
  • ઉમેદવાર કોઈ એક જ માધ્યમ તેમજ ગણિત/વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન પૈકીની એકજ પરીક્ષામાં બેસી શકશે.

ઓનલાઈન અરજી કરવાની રીત (How to Apply for TET-2 ?):

  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ વેબસાઇટ પર ઓનલાઈન જ અરજીપત્રક ભરવાના રહેશે.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌપ્રથમ OJAS પર જવું.
  • ‘Apply online’ પર Click કરવું.
  • ઉમેદવાર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી મધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) નું ફોર્મ ભરવું.
  • Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. જેમાં સૌ પ્રથમ Personal Details ભરવાની.
  • Educational Details ઉપર Click કરીને તેની વિગતો ભરવી.
  • Save પર Click કરવાથી તમારો Data Save થઈ જશે. અહી Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહી જણાવેલ માહિતી ભરો. ત્યારબાદ ok પર click કરો. અહી Photo અને Signature upload કરવાના છે. Photo (5cm * 3.6cm) અને Signature (2.5cm * 7.5cm) તથા JPG formatમાં અને 10 kb થી ઓછી સાઇઝની હોવી જોઈએ.
  • હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ ok પર click કરવાથી બે બટન 1. Application Preview 2. Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
  •  અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો.અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવું.
  • Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી રહેશે.
  • પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મારફતે ભરવાની રહેશે.

કસોટીનું માળખુ (TET-2 Exam Pattern):

  • TET-2 પરીક્ષા MCQS દ્વારા દેવામાં આવશે.
  • જેમાં 2 વિભાગ રહેશે. વિભાગ-1 માં 75 પ્રશ્નો અને વિભાગ-2 માં 75 પ્રશ્નો રહેશે.
  • બંને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ 150 પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહશે
  • આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહી.

TET-2 Exam Syllabus 2022:

વિભાગવિષયપ્રશ્નોગુણ
વિભાગ-1બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો25 25 
ભાષા: ગુજરાતી અને અંગ્રેજી25 25 
વિભાગ-2 સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવહો25 25 
ગણિત-વિજ્ઞાન/ સામાજિક વિજ્ઞાન/ ભાષા (6 થી 8નું વિષયવસ્તુ)7575
કુલ150 150 

TET-2 Important Books:

Home PageClick Here
TET-2 Official Website for ApplyClick Here
Official NotificationClick Here
Important BookClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top