Gujarat TET-1 Exam (Teacher Eligibility Test-1) 2022 Notification

જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા-ધોરણો નિયત કરવામાં આવ્યા છે.

શિક્ષક યોગ્યતા કસોટી-1 (Gujarat TET-1)નો કાર્યક્રમ (Important Date for TET-1):

ક્રમવિગતતારીખ
1જાહેરનામું બહાર પાડવાની તારીખ17/10/2022
2ફોર્મ ભરવાનો સમયગાળો21/10/2022 થી 31/12/2022
3ફી સ્વીકારવાનો સમયગાળો21/10/2022 થી 31/12/2022
4લેટ ફી ભરવાનો સમયગાળો07/12/2022  થી 31/12/2022
5પરીક્ષાની સંભવિત તારીખફેબ્રુઆરી/ માર્ચ – 2023

 

શૈક્ષણિક લાયકાત (Gujarat TET-1 Educational Qualification) :

શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને

તાલીમી લાયકાત: (ક) બે વર્ષીય પી.ટી.સી./ D.El.ED.  અથવા

(ખ) ચાર વર્ષીય એલીમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી (D.El.ED.)  અથવા

(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)

પરીક્ષા ફી (TET-1 Exam Fee):

SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવાર માટે250 ₹ + સર્વિસ ચાર્જ
સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે350 ₹ + સર્વિસ ચાર્જ

પરીક્ષા કેન્દ્ર (TET-1 Exam Center):

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.

પ્રશ્નપત્રના મધ્યમ (TET-1 Question Paper Language):

  • ટેટ-1 ની કસોટી ગુજરાતી, અંગ્રજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.
  • ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.
  • ઉમેદવાર કોઈ એક જ માધ્યમ તેમજ ગણિત/વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન પૈકીની એકજ પરીક્ષામાં બેસી શકશે.

ઓનલાઈન અરજી કરવાની રીત (How to Apply for TET-1 ?):

  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ વેબસાઇટ પર ઓનલાઈન જ અરજીપત્રક ભરવાના રહેશે.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌપ્રથમ OJAS પર જવું.
  • ‘Apply online’ પર Click કરવું.
  • ઉમેદવાર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી મધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-2) નું ફોર્મ ભરવું.
  • Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. જેમાં સૌ પ્રથમ Personal Details ભરવાની.
  • Educational Details ઉપર Click કરીને તેની વિગતો ભરવી.
  • Save પર Click કરવાથી તમારો Data Save થઈ જશે. અહી Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહી જણાવેલ માહિતી ભરો. ત્યારબાદ ok પર click કરો. અહી Photo અને Signature upload કરવાના છે. Photo (5cm * 3.6cm) અને Signature (2.5cm * 7.5cm) તથા JPG formatમાં અને 10 kb થી ઓછી સાઇઝની હોવી જોઈએ.
  • હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ ok પર click કરવાથી બે બટન 1. Application Preview 2. Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
  •  અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો.અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવું.
  • Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી રહેશે.
  • પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મારફતે ભરવાની રહેશે.

કસોટીનું માળખુ (TET-1 Exam Pattern):

  • TET-1 પરીક્ષા MCQS દ્વારા દેવામાં આવશે.
  • આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ 150 પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય 90 મિનિટનો રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહશે.
  • આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહી.

TET-1 Exam Syllabus 2022

વિભાગવિષયપ્રશ્નોગુણ
1બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો3030
2ભાષા: ગુજરાતી3030
3 ભાષા: અંગ્રેજી3030
4ગણિત3030
5પર્યાવરણ3030
કુલ150150

Important Links:

Home PageClick Here
TET-1 Official Website for ApplyClick Here
TET-1 Official NotificationClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top