GSRTC દ્વારા 7404 પૉસ્ટ માટે ડ્રાઇવર અને કંડક્ટરની જાહેરાત – જાણો સંપૂર્ણ વિગત
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઇવર અને કંડક્ટર માટે ભરતીની જાહેરાત (GSRTC Recruitment 2023) કરવામાં આવી છે, જેમાં 4062 પૉસ્ટ ડ્રાઇવર માટે અને 3342 પૉસ્ટ કંડક્ટર માટે છે. જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે ojas.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે કઈ લાયકાતની જરૂર હોય તે તમને આ પૉસ્ટમાં માહિતી મળી જશે. ફોર્મ ભર્યા પહેલા official નોટિફિકેશન જોઈ લેવી.
ડ્રાઇવર અને કંડક્ટર માટે પ્રથમ પાંચ વર્ષ માટે માસિક Rs. 18500/- (ફીક્સ પગાર)
GSRTC ડ્રાઇવર અને કંડક્ટર માટે ભરતીની પ્રક્રિયા:
ધો.12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, 100 ગણુ ની OMR લેખિત પરીક્ષા માટે 1:15 ના રેશિયો મજુબ ઉમેદવારોને બોલાવવામાં આવશે.
ડ્રાઇવર માટે વેઈટેજની ગણતરી:
ક્રમ
વિગત
વેઈટેજ
1
100 ગુણની OMR લેખિત પરીક્ષા
40% વેઈટેજ
2
50 ગુણનો ઓટોમેટોક ડ્રાઇવિંગ ટેસ્ટ
60% વેઈટેજ
કંડક્ટર માટે વેઈટેજની ગણતરી:
ક્રમ
વિગત
વેઈટેજ
1
100 ગુણની OMR લેખિત પરીક્ષા
100% વેઈટેજ
GSRTC ડ્રાઇવર અને કંડક્ટર માટે લેખિત પરીક્ષાનો સિલેબસ:
આ પરીક્ષા 100 ગુણની રહેશે જેમાં 100 OMR પધ્ધતિનાં પ્રશ્નો હશે જેનો સમયગાળો 1 કલાકનો રહેશે. સાથે 0.25 ગુણનું માઇનસ માર્કિંગ પ્રત્યેક ખોટ જવાબ, ખાલી છોડેલ પ્રશ્ન, એક કરતાં વધારે જવાબ પસંદ માટે રહેશે.
ડ્રાઇવરની પરીક્ષા માટે સિલેબસ :
ક્રમ
મુદ્દા
ગુણ
1
સામાન્ય જ્ઞાન/ ગુજરાતી ઇતિહાસ/ ભૂગોળ/ ગુજરાતી વર્તમાન બનાવો (ધો. 12 કક્ષાનું)
20
2
રોડ સેફટી
10
3
ગુજરાતી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું)
10
4
અંગ્રેજી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું)
10
5
ક્વોન્ટિટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રિઝનીંગ (ધો. 12 કક્ષાનું)
10
6
નિગમને લગતી માહિતી/ ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો
10
7
મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારી/ પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો/ કંડક્ટરની ફરજો
10
8
કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો
20
કુલ
100
કંડક્ટરની પરીક્ષા માટે સિલેબસ :
ક્રમ
મુદ્દા
ગુણ
1
સામાન્ય જ્ઞાન (ધો. 12 કક્ષાનું)
30
2
રોડ સેફટી અને ઓટો મિકેનિક
20
3
ગુજરાતી ભાષા અને વ્યાકરણ (ધો. 12 કક્ષાનું)
20
4
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ (ધો. 12 કક્ષાનું)
10
5
અંકગણિત (ધો. 10 કક્ષાનું)
20
કુલ
100
GSRTC ભરતી 2023 માટે ફોર્મ કઈ રીતે ભરવું:
સૌ પ્રથમ તમારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
Online Application > Apply પર ક્લિક કરવું.
ત્યારબાદ GSRTC select કરવું.
હવે તમે જે માટે ફોર્મ ભરવા માંગતા હોય તે સિલેક્ટ કરી શકો છો, ડ્રાઇવર/ કંડક્ટર.
ત્યારબાદ માંગ્યા મુજબની જાણકારી ભરી Rs. 59/- નું પેમેન્ટ કરવાનું રહેશે. જેથી તમારું ફોર્મ કન્ફર્મ થઈ જાય.