Forest Guard (વનરક્ષક) 2022-23 Recruitment

Forest Guard

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ (Forest Guard), ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના જુદા-જુદા જિલ્લા ખાતેની વિભાગીય કચેરીઓની વનરક્ષક, વર્ગ-3 સંવર્ગની 823 ખાલી જગ્યાઓ પર નિમણુંક કરવા માટે જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 જાહેર કરવામાં આવી છે.

જાહેરાત ક્રમાંકFOREST/202223/1
કુલ જગ્યાઓ823
ઓનલાઈન અરજી કરવાની તારીખ01-11-2022
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ15-11-2022
પરીક્ષા ફીબિન અનામત ઉમેદવારો માટે : 100 ₹ + સર્વિસ ચાર્જ
અનામત ઉમેદવારો માટે : કોઈપણ પ્રકારની ફી નથી
વય મર્યાદા18 થી 34 વર્ષ

અરજી કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબત:

  • ઉમેદવારે કોઈપણ એક જિલ્લા માટે, એક જ અરજી કરવાની રહેશે.
  • એક થી વધુ અરજીઓ કરેલ હશે, તો તે ઉમેદવારની છેલ્લી કનફોર્મ અરજીને જ માન્ય ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારે ધોરણ 12 અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બન્ને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

શારીરિક ધોરણ:

પુરુષ ઉમેદવાર માટે

વર્ગઊંચાઇ છાતી (ન્યૂનતમ)વજન 
ફૂલવ્યા વગરફુલાવેલ
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે155 cm79 cm84 cm 50 Kg
ઉમેદવાર (ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે 163 cm 79 cm 84 cm 50 Kg
  • છાતીનો ફૂલવો ઓછામાં ઓછો 5 cm હોવો જરૂરી છે.

મહિલા ઉમેદવાર માટે

વર્ગ ઊંચાઇવજન
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે145 cm 45 Kg
ઉમેદવાર (ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે 150 cm45 Kg

કોમ્પ્યુટરનું જ્ઞાન:

  • કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/ માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. અથવા 
  • સરકાર માન્ય અથવા સંસ્થામાં કોમ્પુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા/ ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અથવા
  • ધોરણ-10 અથવા ધોરણ-12ની પરીક્ષા કોમ્પુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ:

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે 19,950 ₹ નિયત ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે.
  •  ઉમેદવારોને પાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણ (સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-1 ના 18000-56900) માં નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.

પસંદગીની પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવે છે. 

  • પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેનાર લેખિત પરીક્ષા રહેશે. 
  • બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે. 
  • બન્ને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે. 

લેખિત પરીક્ષાના માપદંડ: 

  • લેખિત પરીક્ષામાં MCQ પ્રકારના 100 પ્રશ્નો રહેશે. 
  • દરેક પ્રશ્નોના 2 ગુણ લેખે કુલ 200 ગુણની પરીક્ષા રહેશે. 
  • પરીક્ષાનો સમય 2 કલાક નો રહેશે. 
  • દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કમી કરવામાં આવશે
  • પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં રહેશે. 

અભ્યાસક્રમ

ક્રમવિષયટકાવારીગુણ
સામાન્ય જ્ઞાન25 %50
સામાન્ય ગણિત12.5 %25
ગુજરાતી ભાષા12.5 %25
કુદરતી પરિબળો જેવા કે, પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, લાકડું તથા લાકડાં આધારિત ઉધોગો,  ભુભૌગોિલક પરિબળો50 %100
કુલ 100 %200

શારીરિક ક્ષમતા કસોટી:

પુરુષ ઉમેદવાર માટે

ક્રમ શારીરિક ક્ષમતા કસોટીની વિગતસમય અને માપ 
માજી સૈનિક સિવાયમાજી સૈનિક 
11600 મીટર દોડ6 મિનિટ6:30 મિનિટ
2ઊંચોકુદકો4 ફૂટ 3 ઇંચ 4 ફૂટ 
3લાંબોકુદકો15 ફૂટ 14 ફૂટ 
4પુલઅપ્સ (હથેળી પોતાની તરફ રહે તે રીતે) ઓછામાં ઓછા 8 વખતઓછામાં ઓછા 8 વખત
5રસ્સા ચઢ18 ફૂટ 18 ફૂટ 

મહિલા ઉમેદવાર માટે

ક્રમ શારીરિક ક્ષમતા કસોટીની વિગતસમય અને માપ 
માજી સૈનિક સિવાયમાજી સૈનિક 
1800 મીટર દોડ4 મિનિટ4:20 મિનિટ
2ઊંચોકુદકો3 ફૂટ  2 ફૂટ 9 ઇંચ
3લાંબોકુદકો99 ફૂટ 8 ફૂટ 

 

Home pageClick Here
Official WebSite for ApplyClick Here
Official Notification Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top