આજે આપણે આ Quiz માં ધોરણ 6 વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 – વસ્તુઓનાં જૂથ બનાવવાં ના તમામ મહત્વના અને TET-2 માં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નો Quiz દ્વારા જોવાના છીએ. તેથી આ Quiz તમારા માટે ખુબ જ મહત્વની છે. જેમાં દરેક પ્રકારના અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
સાથે આ Quiz ના અંતે સંપૂર્ણ પ્રકરણ નો સારાંશ આપેલ છે જે પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી છે. જે એકવાર અચૂકથી વાંચી લેવું અને જો તમને તેમાંથી ખુબ જ મહત્વનું લાગે તો તેની નોંધ કરી લેવી. પરીક્ષા સમયે તેનું પુનરાવર્તન કરવામાં સરળતા રહેશે. Best of Luck for Quiz .
વસ્તુઓનાં જૂથ બનાવવાં
- જે પદાર્થોમાં ચમક હોય છે, તે મુખ્યત્વે ધાતુ હોય છે. Ex. લોખંડ, તાંબું, એલ્યુમિનિયમ, સોનું
- કેટલાક ધાતુઓ લાંબા ગળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે.
- પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય, તેને નરમ પદાર્થ કહે છે.
- પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય નહિ, તેને કઠોર (સખત) પદાર્થ કહે છે.
- જે પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય અથવા ઓગળી જાય તે પદાર્થો દ્રાવ્ય પદાર્થો છે.
- જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતાં નથી અને અદ્રશ્ય પણ થતાં નથી, તેવાં પદાર્થો અદ્રાવ્ય પદાર્થો છે.
- એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓ જોઈ શકાય તેને પારદર્શક પદાર્થો કહે છે.
- જે પદાર્થોની આરપાર જોઈ શકતા નથી, તેવાં પદાર્થો ને અપારદર્શક પદાર્થો કહે છે.
- પદાર્થો કે જેનામાંથી વસ્તુઓ જોઈ શકાય પરંતુ સ્પસ્ટ નહિ, તેને પારભાસક કહે છે.