ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 4 : વસ્તુઓનાં જૂથ બનાવવાંના મહત્વના પ્રશ્નોની Quiz

આજે આપણે આ Quiz માં ધોરણ 6 વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 – વસ્તુઓનાં જૂથ બનાવવાં ના તમામ મહત્વના અને TET-2 માં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નો Quiz દ્વારા જોવાના છીએ. તેથી આ Quiz તમારા માટે ખુબ જ મહત્વની છે. જેમાં દરેક પ્રકારના અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

સાથે આ Quiz ના અંતે સંપૂર્ણ પ્રકરણ નો સારાંશ આપેલ છે જે પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી છે. જે એકવાર અચૂકથી વાંચી લેવું અને જો તમને તેમાંથી ખુબ જ મહત્વનું લાગે તો તેની નોંધ કરી લેવી. પરીક્ષા સમયે તેનું પુનરાવર્તન કરવામાં સરળતા રહેશે. Best of Luck for Quiz .

વસ્તુઓનાં જૂથ બનાવવાં

  • જે પદાર્થોમાં ચમક હોય છે, તે મુખ્યત્વે ધાતુ હોય છે. Ex. લોખંડ, તાંબું, એલ્યુમિનિયમ, સોનું
  • કેટલાક ધાતુઓ લાંબા ગળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે. 
  • પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય, તેને નરમ પદાર્થ કહે છે.
  • પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય નહિ, તેને કઠોર (સખત) પદાર્થ કહે છે. 
  • જે પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય અથવા ઓગળી જાય તે પદાર્થો દ્રાવ્ય પદાર્થો છે.
  • જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતાં નથી અને અદ્રશ્ય પણ થતાં નથી, તેવાં પદાર્થો અદ્રાવ્ય પદાર્થો છે. 
  • એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓ જોઈ શકાય તેને પારદર્શક પદાર્થો કહે છે. 
  • જે પદાર્થોની આરપાર જોઈ શકતા નથી, તેવાં પદાર્થો ને અપારદર્શક પદાર્થો કહે છે. 
  • પદાર્થો કે જેનામાંથી વસ્તુઓ જોઈ શકાય પરંતુ સ્પસ્ટ નહિ, તેને પારભાસક કહે છે.

મહત્વની Quiz

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top