GSRTC Helper Recruitment 2026 Notification, Eligibility, Salary, Exam Pattern & Online Apply: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પર કક્ષાની સીધી ભરતી માટે કુલ 2510 જગ્યાઓ પર સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ITI પાસ ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં ફિક્સ પગાર સાથે કારકિર્દી બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો OJAS પોર્ટલ પરથી 07/09/2026 થી 06/10/2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ લેખમાં GSRTC Helper Bharti 2026 અંગેની જગ્યાઓ, મહત્વની તારીખો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, સિલેબસ અને ઓનલાઇન અરજી કરવાની રીત જેવી તમામ મહત્વની વિગતો આપવામાં આવી છે.
GSRTC Helper Recruitment 2026 – Overview
| Details | Information |
| Recruitment Board | Gujarat State Road Transport Corporation (GSRTC) |
| Post Name | Helper (હેલ્પર) |
| Total Vacancy | 2510 Posts |
| Job Location | All Gujarat Depots / Divisions |
| Application Mode | Online via OJAS Portal |
| Salary (Pay Scale) | ₹21,100/- Fixed Pay (First 5 Years) |
| Official Website | gsrtc.in |
GSRTC Helper Bharti 2026 Important Dates
| Event | Date & Schedule |
| Official Notification Date | September 2026 |
| Online Application Start Date | 07/09/2026 |
| Online Application Last Date | 06/10/2026 (23:59 Hours) |
| Online Application Fee Payment Last Date | 08/10/2026 (23:59 Hours) |
| Written Exam Date (OMR / CBRT) | To be announced on GSRTC website |
| Admit Card / Call Letter Download | Exam પહેલા જાહેર કરવામાં આવશે |
GSRTC Helper Vacancy Details
GSRTC Helper bharti 2026માં કુલ 2510 જગ્યાઓ રાખવામાં આવી છે.
| Category | General (Male) | Female Reservation | Total Posts |
| General (Unreserved) | 673 | 330 | 1003 |
| EWS | 175 | 86 | 261 |
| SEBC (OBC) | 442 | 217 | 659 |
| SC | 114 | 56 | 170 |
| ST | 280 | 137 | 417 |
| Total Vacancies | 1684 | 826 | 2510 |
કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 502 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 52 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. રોસ્ટર તથા જગ્યાઓમાં નિયમ અનુસાર ફેરફાર કરવાનો અધિકાર GSRTC પાસે રહેશે.
GSRTC Helper Salary Structure & Allowances
GSRTC Helper પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ₹21,100/- પ્રતિ માસ ફિક્સ પગાર પર કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.
પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ ઉમેદવાર GSRTCમાં હેલ્પર કક્ષાના પ્રવર્તમાન નિયમિત મૂળ પગાર મુજબ નિયમિત નિમણૂક મેળવવા પાત્ર બનશે.
GSRTC Helper Eligibility Criteria
1. Educational Qualification
- લઘુત્તમ શૈક્ષણિક લાયકાત: સરકાર માન્ય ITI માંથી નીચે જણાવેલ પૈકી કોઈપણ એક ટ્રેડનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ:
- Mechanic Motor Vehicle (MMV)
- Mechanic Diesel
- General Mechanic
- Fitter
- Turner
- Electrician
- Sheet Metal Worker
- Automobile Body Repairer
- Welder / Welder Cum Fabricator
- Machinist
- Carpenter
- Painter General
- Automobile Paint Repairer
- અગ્રતા માટે વધારાની લાયકાત (Apprenticeship): જે ટ્રેડમાં ITI પાસ કર્યું હોય તે જ ટ્રેડમાં સરકારી, અર્ધ-સરકારી, જાહેર સાહસ અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી NCVT નું પ્રમાણપત્ર અને માર્કશીટ મેળવેલ હોવી જોઈએ. (આ પ્રમાણપત્રના આધારે મેરિટમાં 10 ગુણનું વેઇટેજ મળશે).
- ઉદાહરણ તરીકે, ITIમાં Electrician પાસ કર્યું હોય તો Apprenticeship પણ Electrician Tradeમાં જ પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. અન્ય Tradeની Apprenticeship હોય તો તેના આધારે 10 ગુણનું Apprenticeship Weightage મળવાપાત્ર નથી.
- Computer Knowledge: રાજ્ય સરકારના નિયમો મુજબ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું માન્ય સર્ટિફિકેટ/માર્કશીટ અથવા ધોરણ 10/12 માં કમ્પ્યુટર વિષય હોવો ફરજિયાત છે.
- વિઝન: ઉમેદવારનું વિઝન ચોખ્ખું હોવું આવશ્યક છે.
2. GSRTC Helper Age Limit (વય મર્યાદા)
અરજી કરવાની છેલ્લી તારીખ 06/10/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ (જન્મ તારીખ 06/10/1991 થી 06/10/2008 વચ્ચે હોવી જોઈએ).
| Category | Male (મહત્તમ ઉંમર) | Female (મહત્તમ ઉંમર) |
| General (Unreserved) | 35 Years | 40 Years (5 વર્ષ છૂટછાટ) |
| Reserved (EWS, SEBC, SC, ST) | 40 Years (5 વર્ષ છૂટછાટ) | 45 Years (10 વર્ષ છૂટછાટ) |
| PwBD (Divyangjan) | 45 Years | 45 Years |
| Ex-Servicemen | 45 Years | 45 Years |
(નોંધ: કોઈપણ સંજોગોમાં તમામ છૂટછાટ સાથે મહત્તમ વયમર્યાદા 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.)
GSRTC Helper Application Fee
GSRTC Helper Bharti 2026 માટે સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઇન પ્રોસેસ ફી નોન-રીફંડેબલ રહેશે:
| Category | Application / Exam Fee |
| બિન અનામત વર્ગ (General) | ₹300/- + GST |
| અનામત વર્ગ (EWS, SEBC, SC, ST, તમામ મહિલાઓ, દિવ્યાંગ, માજી સૈનિક) | ₹200/- + GST |
Payment Mode: Online (OJAS Payment Gateway)
GSRTC Helper Selection Process
GSRTC Helper કક્ષાની સીધી ભરતી પ્રક્રિયા કુલ 100 વેઇટેજ ગુણના આધારે કરવામાં આવશે:
| ક્રમ | તબક્કો / વિગત | વેઇટેજ ગુણ |
|---|---|---|
| 1 | લેખિત પરીક્ષા (100 ગુણની MCQ આધારિત OMR / CBRT): મેળવેલ ગુણના 90% વેઇટેજ | 90 ગુણ |
| 2 | સંબંધિત ટ્રેડનું એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર વેઇટેજ | 10 ગુણ |
| કુલ વેઇટેજ | 100 ગુણ | |
- લેખિત પરીક્ષા અને એપ્રેન્ટિસશીપ વેઇટેજ ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી 1 જગ્યા સામે 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) માટે બોલાવવામાં આવશે.
GSRTC Helper Exam Pattern & Syllabus
પરીક્ષા 100 ગુણની MCQ પદ્ધતિ (OMR અથવા CBRT) થી લેવામાં આવશે.
- કુલ ગુણ: 100 Marks
- સમયગાળો: 2:00 કલાક (120 મિનિટ)
| ક્રમ | વિષય (Subject) | સ્તર / ધોરણ | કુલ ગુણ |
|---|---|---|---|
| 1 | સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો (Current Affairs) | ધોરણ-10 કક્ષા | 30 Marks |
| 2 | ગુજરાતી વ્યાકરણ (Gujarati Grammar) | ધોરણ-10 કક્ષા | 05 Marks |
| 3 | અંગ્રેજી વ્યાકરણ (English Grammar) | ધોરણ-10 કક્ષા | 05 Marks |
| 4 | લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો (ITI Technical Subject Questions) | સંબંધિત ટ્રેડ મુજબ | 50 Marks |
| 5 | કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી (Basic Computer Knowledge) | બેઝિક | 10 Marks |
| Total | 100 Marks | ||
How to Apply Online (Step-by-Step)
- ગુજરાત સરકારના સત્તાવાર OJAS પોર્ટલ ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર Apply Online પર ક્લિક કરો.
- જાહેરાત પસંદ કરી GSRTC Helper સામે આપેલા Apply Now પર ક્લિક કરો.
- તમારી Personal Details, Educational Qualification (ITI વિગતો) અને Additional Qualification (Apprenticeship) ની વિગતો ભરો.
- કમ્પ્યુટર નોલેજ અને Self Declaration સ્વીકારીને અરજી Save કરો.
- Upload Photograph & Signature સેક્શનમાં જઈ ફોટો (5×3.6 cm) અને સહી (2.5×7.5 cm) 10 KB થી ઓછી સાઇઝમાં JPG ફોર્મેટમાં અપલોડ કરો.
- Confirm Application પર ક્લિક કરી અરજી કન્ફર્મ કરો અને કન્ફર્મેશન નંબર મેળવી સાચવી રાખો.
- Online Payment of Fees ઓપ્શનમાં જઈ નિયત પ્રોસેસ ફી ઓનલાઇન ભરી અરજીપત્રકની પ્રિન્ટઆઉટ સાચવી રાખો.
Important Links
| Link Description | Action Link |
| Official Notification PDF Download | Download GSRTC Helper Notification PDF |
| Online Application Link (OJAS) | Apply Online on OJAS |
| GSRTC Official Portal | gsrtc.in |
| Explore More Govt Jobs & Previous Papers | Pravin Edu Official |
FAQs – GSRTC Helper Recruitment 2026
GSRTC Helper Recruitment 2026માં કુલ કેટલી જગ્યાઓ છે?
GSRTC Helper ભરતીમાં કુલ 2510 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે
GSRTC હેલ્પર માટે શૈક્ષણિક લાયકાત શું છે?
માન્ય ITI માંથી Mechanic Motor Vehicle, Diesel Mechanic, Fitter, Electrician, Welder સહિતના નિયત ટ્રેડમાં ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
હેલ્પર પદ માટે માસિક પગાર કેટલો મળશે?
પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી માસિક ₹21,100/- ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઉમેદવારો OJAS વેબસાઇટ પર 07/09/2026 થી 06/10/2026 (રાત્રે 23:59 કલાક સુધી) અરજી કરી શકશે.
શું એપ્રેન્ટિસશીપના અલગ ગુણ મળશે?
હા, સંબંધિત ટ્રેડમાં NCVT એપ્રેન્ટિસશીપ પાસ કરેલ ઉમેદવારોને આખરી મેરિટમાં 10 ગુણનું વેઇટેજ મળશે.
GSRTC હેલ્પર પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે?
પરીક્ષા 100 ગુણ અને 2 કલાકની રહેશે, જેમાં 50 ગુણ ટેકનિકલ ટ્રેડના અને 50 ગુણ જનરલ નોલેજ, વ્યાકરણ અને કમ્પ્યુટરના રહેશે.
અરજી ફી કેટલી રાખવામાં આવી છે?
જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹300 + GST અને તમામ અનામત/મહિલા/દિવ્યાંગ/માજી સૈનિક ઉમેદવારો માટે ₹200 + GST ફી નિર્ધારિત કરવામાં આવી છે.
Conclusion
GSRTC દ્વારા Helper કક્ષાની 2510 જગ્યાઓ માટે ભરતીની તક આપવામાં આવી છે. ITI પાસ ઉમેદવારો માટે આ ભરતી ખાસ મહત્વપૂર્ણ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની ITI Trade, Apprenticeship, Computer Qualification, Age અને Category સંબંધિત દસ્તાવેજો ચકાસી લેવા જોઈએ.
અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ ઉમેદવારોએ સમયમર્યાદા પહેલાં OJAS મારફતે અરજી કરીને Confirmation Number અને Application Print સાચવી રાખવા જોઈએ. ભરતી અંગેની આગળની પરીક્ષા અને Call Letter સંબંધિત સૂચનાઓ માટે GSRTC Official Website તપાસતા રહેવું.




