BMC MPHW Recruitment 2026: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા આરોગ્ય શાખા અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) (અર્બન મેલેરિયા) વર્ગ-૩ ની ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારો ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ ojas.gujarat.gov.in પર નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી નોંધાવી શકે છે. આ ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવેલ છે.
BMC MPHW Recruitment 2026: Overview
| Specification | Details |
| Recruiting Organization | Bhavnagar Municipal Corporation (BMC) |
| Advertisement Number | /BMC/202627/14 |
| Post Name | Multi Purpose Health Worker (Male) (Urban Malaria) |
| Total Vacancies | 75 જગ્યાઓ |
| Job Location | Bhavnagar, Gujarat |
| Application Mode | Online (OJAS Gujarat Portal) |
| Selection Mode | Written Exam / Merit-Based Test |
| Fixed Salary | ₹26,000/- પ્રતિ માસ (પ્રથમ ૫ વર્ષ માટે) |
| Official Website | bmcgujarat.com |
Important Dates & Schedule
ઓનલાઇન અરજી અને પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ફી ભરવાની મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે:
| Event | Date & Timing |
| Online Application Start Date | 20/08/2026 (બપોરે 02:00 કલાકે) |
| Online Application Last Date | 15/09/2026 (રાત્રે 23:59 કલાક સુધી) |
| Post Office Fee Payment Last Date | 17/09/2029 સુધી |
| Written Exam / Call Letter Date | હવે પછી સત્તાવાર વેબસાઇટ પર જાહેર થશે |
BMC MPHW Vacancy Details & Category Breakdown
કુલ 75 જગ્યાઓનું કેટેગરી મુજબ વિભાજન:
| Category | Vacancy (પુરૂષ) |
| બિન અનામત (General / UR) | 31 |
| આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 08 |
| સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC / OBC) | 20 |
| અનુસૂચિત જાતિ (SC) | 05 |
| અનુસૂચિત જનજાતિ (ST) | 11 |
| કુલ જગ્યાઓ (Total Vacancies) | 75 |
- માજી સૈનિક (Ex-Servicemen): જે-તે કેટેગરીમાં નિયમાનુસાર 10% જગ્યાઓ અનામત રહેશે.
- દિવ્યાંગ ઉમેદવારો (PH): નિયમાનુસાર 4% જગ્યાઓ (કુલ 3 જગ્યાઓ) અનામત રાખવામાં આવેલ છે.
Salary Structure & Pay Scale
- પ્રથમ ૫ વર્ષ માટે ફિક્સ વેતન: ₹26,000/- પ્રતિ માસ નિયત ફિક્સ પગાર મળશે.
- નિયમિત નિમણૂંક પગારધોરણ: 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ થયા બાદ સાતમા પગારપંચ (7th Pay Commission) મુજબ Pay Matrix Level-2 (₹19,900 – ₹63,200) ના નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
BMC MPHW Bharti Eligibility Criteria (પાત્રતાના ધોરણો)
૧. Educational Qualification (શૈક્ષણિક લાયકાત):
- સરકાર માન્ય સંસ્થામાંથી Multi Purpose Health Worker (MPHW) અથવા Sanitary Inspector (SI) નો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
- ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિયમોનુસાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
૨. Age Limit (વય મર્યાદા):
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સહિત કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
| Category | Age Relaxation (ઉપલી વયમર્યાદામાં છૂટછાટ) |
| અનામત વર્ગના પુરૂષ ઉમેદવારો (EWS, SEBC, SC, ST) | 5 વર્ષ |
| સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરૂષ ઉમેદવારો | 5 વર્ષ |
| અનામત વર્ગના દિવ્યાંગ પુરૂષ ઉમેદવારો | 10 વર્ષ |
| માજી સૈનિક (Ex-Servicemen) | સરકારી ધારાધોરણ મુજબ છૂટછાટ |
| BMC ના કાયમી કર્મચારીઓ | વયમર્યાદાનો બાદ લાગુ પડશે નહીં (મહત્તમ 58 વર્ષ) |
Application Fee & Payment Mode
| Category | Application Fee | Payment Mode |
| બિન અનામત વર્ગ (General / Unreserved) | ₹1,000/- + પોસ્ટલ ચાર્જ | કમ્પ્યુટરાઇઝ્ડ પોસ્ટ ઓફિસમાં ચલણથી |
| અનામત વર્ગ (EWS, SEBC, SC, ST, દિવ્યાંગ) | ₹500/- + પોસ્ટલ ચાર્જ | કમ્પ્યુટરાઇઝ્ડ પોસ્ટ ઓફિસમાં ચલણથી |
- ચુકવણીની રીત: ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ ચલણ (Challan) મેળવી નજીકની કમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં રોકડેથી ફી જમા કરાવવાની રહેશે. ફી વગરની અરજી આપોઆપ રદ થશે.
Selection Process (પસંદગી પ્રક્રિયા)
- Shortlisting / Merit List: ઉમેદવારોએ મેળવેલ MPHW / સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સની ટકાવારી અને આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને રાખી શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
- સ્પર્ધાત્મક લેખિત કસોટી / મૌખિક કસોટી: પસંદગી સમિતિ દ્વારા શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા યોજવામાં આવશે.
- સ્પોર્ટ્સ ગુણ (લાગુ પડતું હોય તો): રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય રમતોમાં પ્રતિનિધિત્વ કરેલ ઉમેદવારોને લેખિત પરીક્ષાના ૫% વધારાના ગુણ મળશે.
- Document Verification: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવની ચકાસણી.
- Final Selection: લેખિત પરીક્ષા/કસોટીના ૧૦૦% પરિણામના આધારે આખરી મેરીટ લિસ્ટ બનશે.
Exam Pattern & Syllabus
- પરીક્ષા મોડ: OMR / લેખિત પરીક્ષા.
- પરીક્ષાનું માધ્યમ: પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે (અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો અંગ્રેજીમાં રહેશે).
- વિષયોનું માળખું:
- MPHW & સેનેટરી ઇન્સ્પેક્ટરને લગતો ટેકનિકલ અભ્યાસક્રમ (મેલેરિયા નિયંત્રણ, રોગચાળો, સેનિટેશન અને પબ્લિક હેલ્થ).
- સામાન્ય જ્ઞાન (General Knowledge & Current Affairs).
- ગુજરાતી ભાષા અને વ્યાકરણ.
- સામાન્ય ગણિત અને રીઝનિંગ.
How to Apply Online (Step-by-Step)
- સૌપ્રથમ OJAS ની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in ઓપન કરો.
- Apply Online ટેબ પર ક્લિક કરી Select Job માં BMC (Bhavnagar Municipal Corporation) પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક /BMC/૨૦૨૬૨૭/૧૪ – Multi Purpose Health Worker (Male) ની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત વિગતો (Personal Details), શૈક્ષણિક લાયકાત (Educational Details) અને અનુભવની વિગતો ભરો.
- Save બટન પર ક્લિક કરી Application Number મેળવો.
- Upload Photo & Signature ઓપ્શનમાં જઈ નિયત સાઇઝ (૧૫ KB સુધી, JPG ફોર્મેટ) માં ફોટો અને સહી અપલોડ કરો.
- બધી વિગતો ચકાસીને Confirm Application પર ક્લિક કરો અને કન્ફર્મેશન નંબર સાચવી રાખો.
- Print Challan પર ક્લિક કરી ચલણની પ્રિન્ટ કાઢી નજીકની પોસ્ટ ઓફિસમાં નિયત ફી ભરી રસીદ સાચવી રાખો.
Important Links
| Resource Link | Official URL |
| Download Official Notification PDF | Click Here to Download PDF |
| Apply Online Portal (OJAS) | Apply Online Here (OJAS) |
| BMC Official Website | bmcgujarat.com |
| All Gujarat Govt Job Updates | Pravin Edu Home |
Frequently Asked Questions (FAQs)
BMC MPHW ભરતી ૨૦૨૬ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી) છે.
આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?
ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) માટે કુલ 75 જગ્યાઓ છે.
MPHW ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત શું છે?
સરકાર માન્ય સંસ્થામાંથી MPHW અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) નો ડિપ્લોમા કોર્સ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
પ્રથમ પાંચ વર્ષ માટે માસિક પગાર કેટલો મળશે?
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000/- નિયત ફિક્સ પગાર મળશે.
પરીક્ષા ફી ઓનલાઇન ભરી શકાશે?
ના, ફી ફક્ત કોમ્પ્યુટરાઇઝ્ડ પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટેડ ચલણ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
શું અન્ય જિલ્લા કે રાજ્યના ઉમેદવારો અરજી કરી શકે?
ગુજરાતના તમામ જિલ્લાના પાત્રતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અન્ય રાજ્યના અનામત ઉમેદવારોએ જનરલ કેટેગરી તરીકે અરજી કરવાની રહેશે.
કન્ફર્મેશન નંબર વગર અરજી માન્ય ગણાશે?
ના, જ્યાં સુધી અરજી Confirm ન થાય અને કન્ફર્મેશન નંબર જનરેટ ન થાય ત્યાં સુધી અરજી માન્ય ગણાશે નહીં.



