આજે આપણે આ quiz માં ધોરણ 6 વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 – ખોરાક : ક્યાંથી મળે છે? ના તમામ મહત્વના અને TET-2 માં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નો Quiz દ્વારા જોવાના છીએ. તેથી આ quiz તમારા માટે ખુબ જ મહત્વની છે.જેમાં દરેક પ્રકારના અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવાં તમામ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
સાથે આ Quiz ના અંતે સંપૂર્ણ પ્રકરણ નો સારાંશ આપેલ છે જે પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી છે. જે એકવાર અચૂકથી વાંચી લેવું અને જો તમને તેમાંથી ખુબ જ મહત્વનું લાગે તો તેની નોંધ કરી લેવી. પરીક્ષા સમયે તેનું પુનરાવર્તન કરવામાં સરળતા રહેશે. Best of Luck for Quiz .
ખોરાક : ક્યાંથી મળે છે?
- મધમાખી પીષ્પો પરથી મધુરસ એકઠો કરે છે, તેને મધમાં ફેરવે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેના મધુરસ મળે છે. તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે.
- વનસ્પતિ કે વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવાં પ્રાણીઓને તૃણાહારી કહે છે.
- એવા પ્રાણીઓ કે જે અન્ય પ્રાણીઓને ખાય છે તેવાં પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે.
- જે વનસ્પતિ અને પ્રાણીને ખાતા હોય તેમને મિશ્રાહારી કહે છે.
- સરસવ, સરગવો, કેળ ના એક કરતાં વધારે ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ થાય
- ખોરાક તરીકે ઉપયોગી પ્રકાંડ: બટાટા, સૂરણ
- ખોરાક તરીકે ઉપયોગી પર્ણ: પાલક, કોબીજ, ડુંગળી
- ખોરાક તરીકે ઉપયોગી મૂળ: ગાજર
- ખોરાક તરીકે ઉપયોગી મૂળ અને પર્ણ: મૂળા