અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ (Forest Guard), ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના જુદા-જુદા જિલ્લા ખાતેની વિભાગીય કચેરીઓની વનરક્ષક, વર્ગ-3 સંવર્ગની 823 ખાલી જગ્યાઓ પર નિમણુંક કરવા માટે જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 જાહેર કરવામાં આવી છે.
જાહેરાત ક્રમાંક | FOREST/202223/1 |
કુલ જગ્યાઓ | 823 |
ઓનલાઈન અરજી કરવાની તારીખ | 01-11-2022 |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 15-11-2022 |
પરીક્ષા ફી | બિન અનામત ઉમેદવારો માટે : 100 ₹ + સર્વિસ ચાર્જ અનામત ઉમેદવારો માટે : કોઈપણ પ્રકારની ફી નથી |
વય મર્યાદા | 18 થી 34 વર્ષ |
અરજી કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની બાબત:
- ઉમેદવારે કોઈપણ એક જિલ્લા માટે, એક જ અરજી કરવાની રહેશે.
- એક થી વધુ અરજીઓ કરેલ હશે, તો તે ઉમેદવારની છેલ્લી કનફોર્મ અરજીને જ માન્ય ગણવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવારે ધોરણ 12 અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બન્ને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
શારીરિક ધોરણ:
પુરુષ ઉમેદવાર માટે
વર્ગ | ઊંચાઇ | છાતી (ન્યૂનતમ) | વજન | |
ફૂલવ્યા વગર | ફુલાવેલ | |||
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે | 155 cm | 79 cm | 84 cm | 50 Kg |
ઉમેદવાર (ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે | 163 cm | 79 cm | 84 cm | 50 Kg |
|
મહિલા ઉમેદવાર માટે
વર્ગ | ઊંચાઇ | વજન |
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે | 145 cm | 45 Kg |
ઉમેદવાર (ગુજરાતનાં અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે | 150 cm | 45 Kg |
કોમ્પ્યુટરનું જ્ઞાન:
- કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/ માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. અથવા
- સરકાર માન્ય અથવા સંસ્થામાં કોમ્પુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા/ ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અથવા
- ધોરણ-10 અથવા ધોરણ-12ની પરીક્ષા કોમ્પુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ.
પગાર ધોરણ:
- પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે 19,950 ₹ નિયત ફિક્સ પગારથી નિમણુંક આપવામાં આવશે.
- ઉમેદવારોને પાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણ (સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-1 ના 18000-56900) માં નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.
પસંદગીની પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવે છે.
- પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેનાર લેખિત પરીક્ષા રહેશે.
- બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે.
- બન્ને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે.
લેખિત પરીક્ષાના માપદંડ:
- લેખિત પરીક્ષામાં MCQ પ્રકારના 100 પ્રશ્નો રહેશે.
- દરેક પ્રશ્નોના 2 ગુણ લેખે કુલ 200 ગુણની પરીક્ષા રહેશે.
- પરીક્ષાનો સમય 2 કલાક નો રહેશે.
- દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કમી કરવામાં આવશે
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં રહેશે.
અભ્યાસક્રમ
ક્રમ | વિષય | ટકાવારી | ગુણ |
1 | સામાન્ય જ્ઞાન | 25 % | 50 |
2 | સામાન્ય ગણિત | 12.5 % | 25 |
3 | ગુજરાતી ભાષા | 12.5 % | 25 |
4 | કુદરતી પરિબળો જેવા કે, પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, લાકડું તથા લાકડાં આધારિત ઉધોગો, ભુભૌગોિલક પરિબળો | 50 % | 100 |
કુલ | 100 % | 200 |
શારીરિક ક્ષમતા કસોટી:
પુરુષ ઉમેદવાર માટે
ક્રમ | શારીરિક ક્ષમતા કસોટીની વિગત | સમય અને માપ | |
માજી સૈનિક સિવાય | માજી સૈનિક | ||
1 | 1600 મીટર દોડ | 6 મિનિટ | 6:30 મિનિટ |
2 | ઊંચોકુદકો | 4 ફૂટ 3 ઇંચ | 4 ફૂટ |
3 | લાંબોકુદકો | 15 ફૂટ | 14 ફૂટ |
4 | પુલઅપ્સ (હથેળી પોતાની તરફ રહે તે રીતે) | ઓછામાં ઓછા 8 વખત | ઓછામાં ઓછા 8 વખત |
5 | રસ્સા ચઢ | 18 ફૂટ | 18 ફૂટ |
મહિલા ઉમેદવાર માટે
ક્રમ | શારીરિક ક્ષમતા કસોટીની વિગત | સમય અને માપ | |
માજી સૈનિક સિવાય | માજી સૈનિક | ||
1 | 800 મીટર દોડ | 4 મિનિટ | 4:20 મિનિટ |
2 | ઊંચોકુદકો | 3 ફૂટ | 2 ફૂટ 9 ઇંચ |
3 | લાંબોકુદકો9 | 9 ફૂટ | 8 ફૂટ |
Home page | Click Here |
Official WebSite for Apply | Click Here |
Official Notification | Click Here |